Home> Sports
Advertisement
Prev
Next

Asia Cup :ભારતનો ઐતિહાસિક વિજય: પાકિસ્તાનનો 9 વિકેટે શરમજનક રીતે પરાજિત

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાને ટોચ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે

Asia Cup :ભારતનો ઐતિહાસિક વિજય: પાકિસ્તાનનો 9 વિકેટે શરમજનક રીતે પરાજિત

દુબઈ : ભારતીય ટીમે પાકિસ્તાનને એશિયા કપની સુપર-4  મેચમાં 9 વિકેટે શરમજનક પરાજય આપ્યો હતો અને વધારે એક વખત પાકિસ્તાનને તેનું સ્થાન દેખાડી દીધું હતું. અગાઉ ભારતે બાંગ્લાદેશને પણ હરાવ્યું હતું. હાલની ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત ચોથી જીત છે. ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બારતે 10મી વખત એશિયા કપની ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 
દુબાઇમાં રમાઇ રહેલા આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 50 ઓવરમાં 7 વિકેટનાં નુકસા 237 રનનો સ્કોર બનાવ્યો હતો અને ભારતની જીત માટે 238 રનોનું લક્ષ્ય બનાવી દીધું હતું. જવાબમાં ભારતીય ટીમે આ સરળ લક્ષ્યાંકને 39.3 ઓવરમાં જ પ્રાપ્ત કરતા પાકિસ્તાનને ધુળ ચાંટતુ કરી દીધું હતું. 

fallbacks

શિખર ધવન (114) અને કેપ્ટન રોહિત શર્માની (અણનમ 111)ના દમ પર ભારતે પાકિસ્તાનને શરમજનક પરાજય આપ્યો હતો. શિખર ધવને 100 બોલમાં 16 ચોગ્ગા અને બે છગ્ગા સાથે જ્યારે રોહિત શર્માએ 119 બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. અંબાતી રાયડુએ 18 બોલમાં એક ચોગ્ગાની મદદથી અણનમ 12 રન બનાવ્યા હતા. 

શિખર ધવન રનઆઉટ
ભારતની પહેલી વિકેટ શિખર ધવનની પડી હતી. શિખર 114 રન બનાવીને રન આઉટ થઇ ગયો. ધવને પોતાનાં દાવમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બંન્નેએ 210 રનની ભાગીદારી નોંધાવી હતી. 

શિખર ધવનની સદી
ભારતીય ટીમ માટે રમી રહેલા ધવને શાનદાર સદી ફટકારી. ધવને પોતાનાં વન ડે કેરિયરનું 15મી સદી ફટકારી હતી. ધવને દાવનાં 33મી ઓવરમાં પોતાની સદી પુરી કરી. 33 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 208 રન પર પહોંચી ગયો. રોહિત શર્મા પણ 94 રન બનાવી ચુક્યા હતા. રોહિતના પણ વનડેમાં 7000 રન પુરા થઇ ગયા હતા. 

ભારતે 25 ઓવરમાં 138 રન બનાવ્યા હતા. શિખર ધવને આક્રમક રમત રમતા 78 બોલમાં 80 રન બનાવ્યા હતા. તે પોતાની સદી તરફ ઝડપથી વધી રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ પણ 57 રન બનાવી લીધા હતા. 
કેપ્ટન રોહિત શર્માએ 22મી ઓવરમાં પોતાના વનડે કેરિયરની 37મી અર્ધ સદી પુરી કરી દીધી. 22મી ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 119 રન પર આવી ગયો હતો.

એશિયા કપની સુપર 4 મેચોમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યોજાઇ રહેલી મેચમાં પાકિસ્તાની 50 ઓવરમાં 237 રન બનાવ્યા. એક સમયે લાગી રહ્યું હતું કે પાકિસ્તાન સરળતાથી 250 રનોનો સ્કોર પાર કરવામાં આવશે, જો કે ભારતીય બોલર્સે સારૂ પ્રદર્શન કર્યું અને અંતિમ ઓવરમાં પાકિસ્તાનને મોટો સ્કોર બનાવતા અટકાવી દેવામાં આવે. જેમાં જસપ્રીત બુમેરાહે સારી બોલિંગ કરીને 10 ઓવરમાં 2 વિકેટ લઇને માત્ર 29 રન આપ્યા. તે ઉપરાંત કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલે બે-બે વિકેટ ઝડપી લીધી. ભારતીય બોલર્સે અંતિમ 5 ઓવરમાં માત્ર 26 રન બનાવ્યા. 

પાકિસ્તાનની છઠ્ઠો ઝટકો યજુવેન્દ્ર ચહલે આપ્યો. ચહલે ઝડપથી બેટિંગ કરી રહેલા આસિફ અલીને બોલ્ડ આઉટ કરી દીધો. અલીએ 21 બોલમાં 30 રન બનાવીને 45મી ઓવરમાં 211ના સ્કોર પર આઉટ થયા.
બુમરાહે મલિકની વિકેટ ઝડપીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો.

શોએબ મલિકે જસપ્રીત બુમરાહને આઉટ કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો હતો. મલિક 78 રન બનાવીને વિકેટની પાછળ ધોનીને કેચ આઉટ થયા. 44 ઓવર સુધી પાકિસ્તાનનો સ્કોર 205 રન થઇ ચુક્યો હતો અને તેના 5 વિકેટ આઉટ થઇ ચુક્યા હતા. 

42મી ઓવર ભારત માટે મોંઘી સાબિત થઇ હતી. ભુવનેશ્વર કુમારે આ ઓવરમાં પાકિસ્તાન કેપ્ટન સરફરાઝના બદલે બેટિંગ કરવા આવેલા આસિફ અલીએ તાબડતોડ બેટિંગ કરતા બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં આસિફે શોએબની સાથે 22 રન બનાવ્યા તેમાં શોએબ મલિકનો એક ચોગ્ગો પણ સમાવિષ્ટ છે. 

સરફરાઝ અહેમદ 44 રન બનાવીને આઉટ થયા
ભારતીય ટીમને ચોથી સફળતા કુલદીપ યાદવે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદની વિકેટ ઝડપી હતી. સરફરાઝે 39મી ઓવરમાં 66 બોલમાં જ 44 રન બનાવીને આઉટ થયા. તે સમયે પાકિસ્તાનનો સ્કોર 165 રન થઇ ચુક્યો હતો. શોએબ મલિક 65 રન બનાવીનેને રમી રહ્યો હતો. 

એશિયા કપની સુપર 4 મેચોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયામાં કોઈ બદલાવ નથી થયો પણ પાકિસ્તાનની ટીમમાં શાદાબ ખાન અને મોહમ્મદ આમિરને જગ્યા મળી છે. શાહિદ આફરિદી ભારત વિરૂદ્ધ પહેલી મેચ રમી રહ્યો છે. 

બંને ટીમો અગાઉ પણ આ ટૂર્નામેન્ટમાં એકબીજાની સાથે ટકરાઈ ચૂકી છે જેમાં ભારતે આસાન વિજય મેળવ્યો હતો. બંને ટીમો પોતપોતાની છેલ્લી મેચો જીતીને આત્મવિશ્વાસ સાથે સજ્જ છે અને આ મેચ જીતી ટૂર્નામેન્ટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાના ઈરાદાથી ઉતરી છે. ગત મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું જ્યારે પાકિસ્તાનને અફઘાનિસ્તાન સામેની એક રોમાંચક મેચમાં 3 વિકેટે જીત મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય બેટ્સમેનો અને બોલર્સ ખૂબ સારા ફોર્મમાં છે. ગત મેચમાં રમતના બધા પાસામાં શાનદાર પરફોર્મન્સ કર્યા બાદ ભારતનો પલ્લું આ મેચમાં પણ ભારે રહેશે, બીજી તરફ લય મેળવવા માટે ઝઝૂમી રહેલી પાકિસ્તાનની ટીમ પણ ગત મેચમાં ફોર્મમાં પરત ફરતી જોવા મળી હતી. આવામાં આ મેચમાં બરાબરીનો મુકાબલો થશે તેવી સૌ કોઈને આશા છે. પાકિસ્તાનની ટીમ પોતાના અનુભવી ખેલાડી શોએબ મલિક પાસેથી પ્રેરણા લેવા ઇચ્છશે. ઓલ રાઉન્ડર મલિકે ભારત વિરૂદ્ધ 43 રન બનાવ્યા હતા અને શુક્રવારે અફઘાનિસ્તાન વિરૂદ્ધ દમદાર ઇનિંગ રમીને પોતાની ટીમને જીત સુધી પહોંચાડી હતી. 

પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન : ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, શોએબ મલિક, સરફરાઝ અહેમદ (કેપ્ટન), આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, મોહમ્મદ આમિર, શાહિન આફ્રિદી

ભારતની પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, એમ એસ ધોની, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ

ક્રિકેટને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More